તરહી
રસ્તે પડ્યા તો રણ મહીં રસ્તા પડી ગયાં,
બેસી રહ્યાં જે મંઝિલે, ભૂલા પડી ગયાં
શ્રી ગની દહીવાલા
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા
સપના બધાય રંગના ઝાંખા પડી ગયા
નીંદર અને નયન મહીં વાંધા પડી ગયા
બસ વાતવાતમા જ દઈ દીધુ દિલ અમે
ને પ્રેમના હ્રદય મહીં છાંટા પડી ગયા
તારી નજરમા ક્યાય ન હાજર અમે હતા
વિચારના જ ઉપરણે બાખા પડી ગયા
તારા વિરહની વેદનાઓ સતાવે છે
ઉન્માદ ઉરના તેથી જ ટાઢા પડી ગયા
તારા વગર શું ફેર પડે? એવુ લાગતુ
તારા વિના શુ જીવુ?એ ફાફા પડી ગયા
#કિરણ જોગીદાસ
No comments:
Post a Comment