Thursday, 28 September 2017

ગઝલ

*હઝલ :- બાપ રે!*

પ્રેમ કરતાં હામ ખૂટે, બાપ રે!
એક સાંધે તેર તૂટે, બાપ રે!

માંડ તોડી જોડીને સાંધો મળે,
બાપ દેખી કર્મ ફૂટે, બાપ રે!

દોસ્તથી સંતાઈને ફરવા જતાં,
સૌ સખી પાર્ટીમાં લૂંટે, બાપ રે!

ફોન પર તો ચાલતી લાંબી કથા,
એ કથામાં માથુ કૂટે, બાપ રે!

ચાંદ-તારા વાત-વાતે આવતાં,
એવી-એવી ગપ્પ છૂટે, બાપ રે!

મંજિલે પ્હોંચાય ના; તો તો ફરી,
એકથી શરૂઆત ઘૂંટે, બાપ રે!

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment