Thursday, 28 September 2017

ગઝલ

પ્હેલાની જેવું જળનું ખેંચાણ ના રહ્યું,
દરિયો મળ્યો પરંતુ અહીં વ્હાણ ના રહ્યું.

હું તારા અશ્રુઓમાં ડૂબી જાઉં છું સળંગ,
એમાં નદીની જેવું કશું તાણ ના રહ્યું.

ભીતર તૂટે તો ક્યાંય કશી ક્યાં ખબર પડે,
તૂટવાનું  તો રહ્યું છે ને ભંગાણ ના રહ્યું.

विंધી  શકું  હું  કેમ વિચારોથી તર્કને ?
आंखो રહી છે,મત્સ્ય રહ્યું, બાણ ના રહ્યું.

પોતાની રીતે આમ અલગ માર્ગ થઈ ગયાં,
સંધાણ પણ રહ્યું ન કે કમઠાણ ના રહ્યું !

           ભરત ભટ્ટ

No comments:

Post a Comment