પથ્થર માંથી પાણી નીકાળી દઈશ
જિંદગી ની બાજી ફેરવી લઈશ
આજ નથી નસીબમાં કઈ પણ
સૌ દોસ્તો પરાયા થયા પણ
કાલે બધાને ડોકાતા કરી લઈશ
પથ્થર માંથી પાણી નીકાળી દઈશ
આજ ઘણા મારા પર હસતા મળે
નિષ્ફળતા ના અંગૂઠા કરતા મળે
એ ઠોક્કર માંથી શીખી ચાલી જઈશ
પથ્થર માંથી પાણી નીકાળી દઈશ
રાખો યાદ કે રાત સતત રહેતી નથી
સૂરજના જાગ્યા વિના ખસતી નથી
જિંદગી ના આકાશે પ્રકાશ ફેલાવી દઈશ
પથ્થર માંથી પાણી નીકાળી દઈશ
જિંદગી ની બાજી ફેરવી લઈશ .
અંશ ખીંમતવી
No comments:
Post a Comment