બસમાં ...
બસ ચાલે સાથે વિચારો
તારા ,
હું શૂન્ય સ્થિર એક ચિત્ત ,
બસ ચાલ્યાં કરે
રસ્તા પર
હું આગળ જાઉ કે પાછળ
ખ્યાલ ન આવે
હા પણ ઝાડવા દોડતાં દેખાય ,
સ્ટેશન આવે બસ ન થોભે
મારા વિચારો ની ,
અચાનક બસ થોભી !
તો તું આવી
મારી છેક બાજુમાં
પછી હું થોભી ગયો
ને બસ ચાલતી રહી ....
અંશ ખીંમતવી
No comments:
Post a Comment