Thursday, 28 September 2017

ગઝલ

જીવે જાણે સપનામાં
આખી દુનિયા ઇંડામાં

મારા ખાલી હાથ ન જો
ઝાડ છે બેઠું ઠળિયામાં

જીવન લઈને હરખાયો?
પીશે મૃત્યું પીણામાં

મોંઘું ખૂબજ લાગે છે
લીધું જે પણ સસ્તામાં

વાણી,વર્તન થી સુંદર
ખોટ છે તારી મંસામાં

છપ્પન ભોગી વાની છે
મીઠા શબ્દો મીઠામાં

ખુદને ડુબાવું કે તારૂ
સામે લાલચ દરિયામાં

કાસિમ શેખ "સાહિલ "

No comments:

Post a Comment