રાત આખી એક સળગાવી ગઝલ.
લ્હાય ભીતર ઠારી બુઝાવી ગઝલ.
રક્ત માફક બસ વહે એ રોમ રોમ;
ભીતરે એ રીતે પધરાવી ગઝલ.
આપવીતી રોજ મારી સાંભળે;
પ્રેયસીના રૂપમાં ફાવી ગઝલ.
જીંદગીભર સાથ આપે એટલે;
જાત સાથે આજ પરણાવી ગઝલ.
કૂંપળોની જેમ ફણગી એ ઉઠી;
મૃગજળથી એક જો વાવી ગઝલ.
હું કિનારો ના ભલે પામી શકું;
પણ હવે તો સાથ છે નાવી ગઝલ.
થાય છે વાતો પરોક્ષે એટલે;
'સર્જકે' પણ લીધી અપનાવી ગઝલ.
સર્જક
No comments:
Post a Comment