Tuesday, 26 September 2017

૪, હાઈકુ

હાઇકુ
1, રંગબેરંગી
ફૂલોની હારમાળા
ખીલી વસંતે
2, વહી ચાંદની
પૂનમની રાત્રિએ
શાંતતા જાગી
3,જુઓ આકાશે
રંગધનુષી શોભા
કામણ કરે
4,ફૂલ સુગંધી
ખીલ્યું ઉપવનમાં
ને મન હર્યું
કળી મલકી
સૂર્યપ્રકાશ સામે
રેલાઈ ઉષ્મા

No comments:

Post a Comment