ઊંડા કૂવામાં છબ છબ કર,
ડૂબી ના જા હળવેથી તર.
હાથે આવી તક ચાલી ગઈ,
જો હો લજ્જા તો ડૂબી મર.
જે-તેના દિલમાં વસવું છે,
ખોઈ બેઠો શું તારું ઘર.
ખાલી વાતોથી ભરમાવે,
આંખોની બોલીથી ના ફર.
હારી હારી ને થાકી તું!
લે! કર આજે દિલ મારું સર.
-સંદિપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment