~~ ‘સેલ્ફી’ ~~
લાવ,
કેદ કરી લઉં આ યાદગાર ક્ષણોને,
ઝડપી લઉં આ ખુશીના અવસરને,
મારા હોઠો પર વ્યાપેલા સ્મિતને,
ફરી પાછું જોવા માટે.
લાવ સમાવી દઉ,મારા દિલનાં કેમેરામાં
શું ખબર ફરી ક્યારે સ્મિત સાથે ભેટો થાય.
આ ક્ષણ મારી ને માત્ર મારી જ છે,
લાવ,
એને અંકિત કરી દઉં આજે
મારા સ્મૃતિપટ પર
મારો જ સેલ્ફી પાડીને..!
આશા પુરોહિત
No comments:
Post a Comment