*હરિ મને આવ્યો છે તાવ*
હરિ મને આવ્યો છે તાવ....
થરથર ધ્રુજતી આ જિંદગી ને ઓઢાળો હેત ની શાલ,
અણગમતા મનમાં છુપાવ્યા છે
મે ઘણાં ઘાવ,
સ્હેલાવો તમારા હાથે તો
આવે આરામ,
વાઈટું જુવે આ રુંવેરુંવુ
કહી દો કયારે મળશે
તમારું પરમ ધામ,
હરિ મને આવ્યો છે તાવ....
સૂના પડેલા આ કાનોમાં
સૂણાવો બંસરીનો નાદ,
જીવતર મારું ઝોલા ખાય બાપલા
મધદરિયે આવ્યું તોફાન
ઝાલો મારો હાથ,
સ્હેજે નથી રહ્યો હવે હું જ મારો,
મનખો થૈ ગ્યો તમારો
હવે તો ચરણ પમાડો,
હરિ મને આવ્યો છે તાવ,
ઓ... હરિ મને આવ્યો છે તાવ.
*કાજલ કાંજિયા 'ફિઝા'*
No comments:
Post a Comment