Thursday, 5 October 2017

ગઝલ

બળદગાડું

ચલાવે    જેમ, ચાલે     છે    બળદગાડું!
અને   જે   આજ, કાલે   છે  બળદગાડું!

સૂરજ કિરણોની ચાબુક વીંઝતો : બળદો
સહે   છે   સોળ   ખાલે, છે   બળદગાડું!

ખરા    તડકે    ભરીને    મોલ     ખેતરથી
મને   ધન   ધાન્ય   આલે છે  બળદગાડું!

બળદગાડું    અમસ્તું   ના    ફરે    દોસ્તો
પડયાનો   હાથ    ઝાલે  છે   બળદગાડું!

નથી  કોઈ  દ્વિધા, દુઃખને ય સુખ માન્યાં!
થઈને    મસ્ત, મ્હાલે    છે    બળદગાડું!

- હરિહર શુક્લ
  ૨૬-૦૯-૨૦૧૭

# રિવ્યુ માટે

No comments:

Post a Comment