Thursday, 5 October 2017

ગઝલ

ગઝલ.

લોઢું થઈ લોઢાને કાપે,
ઘરનો ઉંબર  ઠોકર આપે.

પીળા અવસર આંગણ આવ્યા,
રાહ જુએ છે કોઈક ઝાંપે.

એક દીકરાનું સુખ જોવાને,
આંખો ખોઈ છે મા-બાપે.

સાવ મફતમાં વ્હાલ  મળ્યું'તું,
આજે મમતા પૈસે માપે.

જીવનભરની નોંધ ન લીધી,
મોત પછી છાપામાં છાપે.
     
- 'શિલ્પી'  બુરેઠા (કચ્છ )
1-10-2017

No comments:

Post a Comment