Thursday, 19 October 2017

ગીત

મને એ હાથતાળી દૈ અચાનક કો અગોચર વિશ્વમાં ચાલી ગએલો છે,
બધા સગપણને ખાળી દૈ અચાનક કો અગોચર વિશ્વમાં ચાલી ગએલો છે.

મને આપ્યા હતા એણે સુવાસિત કૈં અજબ દિવસો તરસતી સાંજ પણ આપી; -
ઘણી રાતો રૂપાળી દૈ અચાનક કો અગોચર વિશ્વમાં ચાલી ગએલો છે.

નિસાસાને,ઉદાસીને,અજમ્પાઓ અને અવઢવ બધુ દીવામાં સળગાવી,
મને સૂની દિવાળી દૈ અચાનક કો અગોચર વિશ્વમાં ચાલી ગએલો છે.

- તુરી રાહુલ"ઝીલ"

No comments:

Post a Comment