Thursday, 19 October 2017

ગઝલ

દીવે  દીવો   પ્રગટાવી ,  તું   કર  અજવાળું.
ઉરમાં   ઉજાશ ફેલાવી તું   કર  અજવાળું.

મેઘધનુષિ      સપનાઓને     સાથે   રાખી  ,
તોરણિયાં    બંધાવી ,   તું  કર  અજવાળું.

અંધારી   રાતે   આભે    ચમકે   તારલિયાં ,
ચાંદા જેવું સ્મિત રેલાવી, તું કર અજવાળું.

જીવન  લાગે  ખાલી   ખાલી  ઘરના  જેવું ,
ઝગમગ  દિવડાં  પેટાવી, તું કર  અજવાળું.

કાયા  મારી  લાગે  જૂની    જૂની   વ્હાલમ,
વાઘા આજ નવા પ્હેરાવી, તું કર અજવાળું.

**વિસ્મય ! શૈલેષ ચૌહાણ...*

No comments:

Post a Comment