હ્રદય મનને રોશન બનાવી ચલો,
દિવાળી ના દિપક જલાવી ચલો.
રહે સાફ મન કોઇ જહર ના રહે,
મહોબત થી ખાલી નજર ના રહે,
નવા ભાવ નાતા નભાવી ચલો.
હો હ્રદયમાં સ્નેહ શાદમાની ભરી,
લાગણીની નવી એક કહાની ઘડી,
સહુને ગલે બસ લગાવી ચલો.
હર દિશાએ ખુલેએક નવા રાસ્તા,
મનથી મનના બને મન ચહ્યા વાસ્તા,
એક કેડી નવી જગ મગાવી ચલો.
સ્નેહ થી મન અમારા જો ઠાલા નથી,
એકલા અમે ખાધા નિવાલા નથી,
વિશ્વને આ હકીકત જણાવી ચલો.
જાત મહેનત થકી આજ રોશન થયા,
ઘર અમારા મહોબત ના ગુલ્શન થયા,
આ સિધ્ધીને માસૂમ વધાવી ચલો.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment