સમય
.........
હોય છે ક્યારેક બેહૂદો સમય
સાવ સીધોસટ્ટ કદરૂપો સમય
ભેદથી ભરચક નથી કૂણો સમય
છે ગઝબ તોખાર દોડૂકો સમય
પાવલી હેઠે પડી ગૈ એપછી
સાવ વાન્કો થૈ ગયો લૂલો સમય
ભેન્કડો તાણીને મૂન્ગો થૈ ગયો
ઘોડિયે પોઢેલ અધમૂવો સમય
લાગતો રોબોટ જેવો ઠાવકો
કોઈ ટ્રાફિક સિગ્નલે ઠૂન્ઠો સમય
માત્ર એ ઢાંઢો નથી,ખૂન્ધોય છે
ને સખત નખરાળ બરમૂડો સમય
પથિક પરમાર
No comments:
Post a Comment