Thursday, 19 October 2017

ગઝલ

એક દિવો પ્રગટાવી ભિતરને રોશન કરુ, આ શુભલાભના મુહઁતમાં,
વંટોળમાં ફગફગતી શગને સ્થીર કરૂ , આ શુભલાભના મુહઁતમાં...
વરસનો છેલ્લો દિવસ ભલે હો,
તમસમાં રોશની કરૂ, આ શુભલાભના મુહઁતમાં...
કાળ રોકાયો નથી રોકવાથી મારા,
એક કિરણને ગુંજે ભરૂ, આ શુભલાભના મુહઁત માં...
કાલ ઉગશે નવલુ પરોઢીયુ ક્ષીતીજે,
કલરવની ફાંટ બાંધીએ, આ શુભલાભના મુહઁત માં...
ભૂતકાળમાં દદઁ હોઈ શકે નીત,
સહૂને મંગળ વાયરા મળે, આ શુભલાભના મુહઁતમાં...
...પુનીત સરખેડી

No comments:

Post a Comment