Tuesday, 10 October 2017

गझल

તરહી પંક્તિ પરથી રચના:

બાગમાં ટહૂકો છે ચોગમ હજુ સુધી.
વાયરે વાગે છે પડઘમ હજી સુધી.

***************************

બાગમાં ટહૂકો છે ચોગમ હજુ સુધી.*
રાહ જોતી કોઈ ફોરમ હજુ સુધી.

એકના બે ને પછી આજ ત્રણ થયા,
તોય એકલતાની ઓણમ હજુ સુધી.

પાર ઊતાર્યા છે ચડાણો મેં આકરા,
જીતનો પુરસ્કાર મોઘમ હજુ સુધી.

ખાનદાની આડણી, વેલણ હતા,
આંધણે શરમાય સોડમ હજુ સુધી.

નામનું ત્યાગી ગયા છો "હું" પદ અહીં,
વેણમાં વરતાય સોહમ હજૂ સુધી.
-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment