રંગભીની રાત પડઘમ, હજુ સુધી!
આંખડી ઊભી છે અણનમ, હજુ સુધી!
કો' અગમ વાગે છે સરગમ, હજુ સુધી!
ઝાંઝરી નાચે છે છમછમ, હજુ સુધી!
સોણલા જાગે મુલાયમ, હજુ સુધી!
નાર નમણી ગાય હરદમ, હજુ સુધી!
સાવ કેવી અકળ મૌસમ? હજુ સુધી!
અંતરે છે શું ધમાધમ? હજુ સુધી!
જીવડે માહ્યો છે વ્હાલમ, હજુ સુધી!
પંડની પણ ના ગતાગમ, હજુ સુધી!
ઓરતાની આગ ધરખમ, હજુ સુધી!
એમ ભટકે એક આતમ, હજુ સુધી!
કૈંક અણસારાય મોઘમ, હજુ સુધી!
વાટ જુએ, એક સંગમ, હજુ સુધી!
----------------હેમા ઠક્કર "મસ્ત " 9-10-17
No comments:
Post a Comment