Tuesday, 10 October 2017

छंद

*છંદ : અનુષ્ટુપ*

એ  આભૂષણ  બોલ્યાં જે મૂર્તિને ચડતાં હતાં,
શાને   ઘમંડ  પાણાને   શોભા  અમે  વધારતાં,
ને સાંભળી કહે પાણો શોભા નહીં સુવાસ જો,
તારું  જો  મૂલ્ય  હોતે તો મનુષ્ય  પગ ના પડે,

જૂતાં  હોય  ભલે મોંઘા  મંદિરીયે ન સ્થાન છે,
ચર્મનાં  જ  નગારાને  પ્રાંગણમાં  આવકાર છે,
એક   પદાર્થ   બંનેમાં   નથી    ફરક    ચર્મમાં,
નથી આ વાત મૂલ્યની  કર્મ  અહીં  મહાન  છે.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment