આપણા ઉત્સવ ને માતમ હજુ સુધી,
એજ ગંગા એજ ઝમઝમ હજુ સુધી.
આપણી આ જીર્ણતાઓ કહી રહી,
આપણી પીડાઓ ધરખમ હજુ સુધી.
દુર આવીને ઊભો છે એ કાફલો,
आंधी સામે એમ મક્કમ હજુ સુધી.
ઝાંઝરી પ્હેરી ને જોયું છે आंखमां,
ઠૂમરી પ્હોંચી ન મોઘમ હજુ સુધી.
આયનો તૂટે પ્રથમ યાને બિમ્બ આ,
કોણ કોને પૂછશે એ ભ્રમ હજુ સુધી.
ભરત ભટ્ટ
No comments:
Post a Comment