Monday, 2 October 2017

ગીત

એક ગાંધી ....

                        એક ગાંધી ....
                        લઈને લાઠી ,
                        લાવ્યા આંધી ....
          જાણે પૂજાનું ફળ ,
          જાણે ગંગાનું જળ ,
          જાણે કાદવમાં કમળ ,
        જાણે નિર્બળનું બળ .... એક ગાંધી ...

            એ તો ભારતની શાન ,
            એ તે વીરોની આન ,
            એ તો ખેડૂતની બાન ,
        એ તો ભૂખ્યાનું ધાન .... એક ગાંધી ...

           ન જોયું દિવસ કે રાત ,
           કરી સુરક્ષાની વાત ,
           આપી શત્રુને માત ,
       કરી મજબૂત સીમાની વાડ .... એક ગાંધી

            એ છે લોકોની આશ ,
            સૌના મનનો વિશ્વાસ ,
            થઈ અહિંસાથી સજ્જ ,
      અપાવ્યું મોંઘેરું સ્વરાજ ..... એક ગાંધી ...

             આ છે ભારતના ગાંધી ,
      જાણે અયોધ્યાના રામ .... એક ગાંધી ...

         
                                              અલ્પા  વસા

No comments:

Post a Comment