સહેજ તો આવો બાપુ !
મને તમારા જન્મદિવસની ઉજવણીના કોડ ,
સુટની હરાજી લાખો આપે, પોતડી તો કરોડ !
આ રુપિયાના વહિવટ માટે લાખ સમિતિ સ્થાપું,
હું બધ્ધાની હેડ, સહુને કદ પરમાણે કાપું !
સહેજ તો આવો બાપુ !
બાપુ, આજે આવો તો હું સેલ્ફિ લઉં દસ બાર ,
વાર-તે'વારે અપલોડ કરવા રહું પછી તૈયાર !
ભલે સાદગીથી ઉજવશું, કેક જરા હું કાપું.
શાસ્ત્રીજીનેય સાથે સાથે શુભકામનાઓ આપું.
સહેજ તો આવો બાપુ !
નેહા પુરોહિત
(૨/૧૦/૧૭)
No comments:
Post a Comment