મને લાગ્યુ કે ત્યાં કોઈક મારુ હતું
ગયો હું નજીક તો અંધારુ હતું
પ્રેમની દુકાનોમાં આજે ખુબ ભીડ હતી
ખબર છે સૌને ત્યાં દર્દોનું હટાણું હતું
એમ જ બદનામ ના કરો તમારી દોસ્તીને
ગુમનામ થયેલી વાતોનું ત્યાં ફટાણું હતું
બેકાર લાગે મને અત્યારનું આ જીવન
બાળપણનું પાગલપન કેટલું રૂપાળું હતું
તમારી દાદથી ધરાય ગયો 'અંદાજ'
આજ મારે ગઝલ સાથે એકટાણું હતું
*- ધવલ ભિમાણી 'અંદાજ'*
No comments:
Post a Comment