Monday, 23 October 2017

ગઝલ

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
          ગઝલ

યૌવનાનાં આંગણામાં પ્રેમનાં પગરવ થયાં, 
દ્વારસાખે તોરણોનાં પર્ણ નવપલ્લવ થયાં. 
પ્રીતનાં કોલાહલે મુખે ન શબ્દો રવ થયાં,  
શું કહેવું શું નહીં એ અંતરે અવઢવ થયાં.   
સામટા હૈયા  થકી પંખી ઉડયા કલરવ થયાં,  
પ્રીતનાં ઘેરા નશીલા પાનનાં આસવ થયાં.
કુમળા હૈયા મહીં  પ્રીતિ તણાં તો દવ થયાં ,  
દર્દ ઇંતેજાર કેરા ગૂમડાં. લવલવ થયા.  
લોક ચર્ચાનાં બધા ઉત્પાત તો નીરવ થયાં,  
બે સજીવો ઓળખીતા પણ અજાણ્યાં શવ થયાં.
          
શીલા મહેતા(શબ્દ શિલ્પી)

No comments:

Post a Comment