શે'ર લખવામાં ઘણી સાખી લખી,
તોય અંતે તો ગઝલ આખી લખી.
ક્યાં વિષય જડતા હતા પ્રારંભમાં?
તારી યાદોને નજીક રાખી લખી.
કૈંક અ–કવિઓએ અટકાવ્યો છતાં,
એ સલાહો માળીયે નાખી લખી.
એમણે કીધું કે લઇ આવો વળાંક,
તો ઘણી ગઝલો અમે વાંકી લખી.
શું કહું.. બસ આવતી નહોતી ગઝલ,
તેથી સર્જનની અહીં ઝાંખી લખી.
*— કિરણસિંહ ચૌહાણ*
No comments:
Post a Comment