એક અછાંદસ
એ સવારે વહેલી ઉઠી ગઈ,
ઝટપટ પરવારી ને દીવડા પ્રગટાવ્યા , રંગોળી કરી ,તોરણ બાંધ્યા,
એને યાદ આવ્યું કે એના પુત્રને ફૂલોની સજાવટ ખૂબ ગમતી, ને એ હંમેશા એની ઈચ્છાઓને નમતી .
વર્ષો થી એજ ક્રમ ચાલતો ,
રમેશ પણ પુત્ર ઇચ્છામાં સુખ માણતો ....
યાદ આવ્યું ...અરે ! લાપસી તો રસોડામાં જ છે ,
લાવીને ટેબલ પર મૂકી,
એ બારણાં તરફ ઝુકી...
ટેક્સી આવશે હમણાં. ..
પુરા થશે એના શમણાં,
અચાનક એની નજર ઘડિયાળ પર ગઈ ,
૧૨ ને ૫ થઈ ...
બસ ..એ દસ વર્ષ પાછળ ધકેલાઈ ,,એની આંખો છલકાઈ..
આજ સમયે દિવાળીના દિવસે એના પતિ ને પુત્ર અકસ્માતમાં ...
આગળ ના લખાયું
આજે,
બસ , બાકી ના વર્ષો એ વિતાવે છે માત્ર સ્મરણો સાથે ..
દરવર્ષે તાજી થતી યાદ ,
દિવાળીએ આજે પણ ...સ્મૃતિચક્ર!.....
એજ. ફરીથી...
દીપ્તિ બુચ
No comments:
Post a Comment