મળી જો હાર તો પચાવી દીધી,
અમે તો આબરૂ બચાવી દીધી.
આ ઘા પર ઘા દિલે સતત મારો છો,
તમે ઓકાત જે બતાવી દીધી.
દગો કર્યો ભલે પ્રેમમાં એણે પણ,
મેં મારી પ્રીત છે બતાવી દીધી!
નડું હું રાહમાં તને એ જાણ્યું ,
હયાતી જ મારી હટાવી દીધી.
તને છાયો મળે એ માટે જીવી,
ને ડાળી એજ તે કપાવી દીધી!
-સંદિપ આર.ભાટીયા
No comments:
Post a Comment