Thursday, 5 October 2017

ગીત

ગીત

શરદપૂનમની શીતળ રાતે મધુમાલતી તને જોઈને--
       મંદ મંદ મુસ્કાતી!

લાગે એને કોઈ બીજું છે  મધુમાલતી સરખું;
ધીમે ધીમે એ પણ ભીતર છલકાવી શરમાતું;
પછી ધીમેથી રૂપ પાથરી મનમાંહી મૂંજાતી !
મંદ મંદ મુસ્કાતી!

ચન્દ્ર ચઢે જ્યાં આકાશે ત્યાં અંદર કંઈ અમળાતું;
અંદરથી પ્રગટીને કોઈ મીઠું મીઠું ગાતું;
પછી ભીતરની મઘમધ મૂરત સામે આવી જાતી !
મંદ મંદ મુસ્કાતી  !

હવે તમારું હોવું સાચ્ચે હોવાથી જ જણાતું ;
એમાં ડૂબી જાઓ; કોઈ ચન્દ્રકિરણમાં ન્હાતું  !
મનનો વૈભવ પ્રગટે ત્યારે શરદપૂનમ સરજાતી !
મંદ મંદ મુસ્કાતી  !

ગુણવંત ઉપાધ્યાય

No comments:

Post a Comment