લાગણીઓ પોટલું વાળી વેંચવા કાઠી આજ,
માંગણી કરી લો તમે પણ સસ્તાંમાં રાજ.
સોળ શણગાર સજી દર્પણમા઼ જોતા,
થતો સવાલ આ બધું હવે કોને કાજ?
અંતરના સૂના આવાસે મંડાશે બાજી ને,
યાદોના પૂર કરે ઉધામા ભૂલી સાજ.
વ્હાલાના તરછોડાયેલ ક્યાં જઈ ઠરે?
દુનિયાને દેખાડે હસતો ચહેરો, આવી વાજ.
હરણી જેમ થરથરે ગભરું એ બાળ,
શિકારીના નહોર નોચે એની રોજે લાજ.
સફળતા આજે તેની ખોખલી લાગતી,
પહેર્યો નથી તેણે સત્યનો કાંટાળો તાજ.
કાજલ પાછી ફર ત્યાંથી હવે જ્યાં તારા નથી,
જન્મારો તારો ફોગટ ગયો કર અંતિમ ધાજ.
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૪/૧૦/૧૭
No comments:
Post a Comment