ઊભે રસ્તે ગયા પડકારવા પડ્યાં,
તમને પીછો કરીને ઝાલવા પડ્યાં.
ફૂલોમાં , પર્ણમાં , ઝાકળ ,સુગંધમાં,
તમને કઈ કઈ જગાએ ધારવા પડ્યાં.
આ પડછાયાની માફક એ રહ્યાં અહીં,
સ્મરણને ક્યાં કશે સંભારવા પડ્યાં ?
પૂછો નહિ કેમ પેલી ચોપડી ગમી મને,
પતંગિયાઓ ક્યાં ક્યાં મૂકવા પડ્યાં ?
નદી જોઈ તમે રાજી થયા હતાં,
થયું आंसु પથ્થરને સારવા પડ્યાં.
ભરત ભટ્ટ
No comments:
Post a Comment