Thursday, 5 October 2017

ગઝલ

સમણાંઓમાં આવી ને તમે,
મારા હૈયાને હચમચાવી ગયા.

ઉરમાં પાવન પગલાં પાડી તમે,
સુક્કા જીવનને સજાવી ગયાં.

ખબર ના હતી કે સમણાંઓ,
પણ આમ જ સાચા પડશે.

સતત મૌન રહેતી લાગણીઓને,
પણ આમ જ વાચા મળશે.

કંટકરૂપી જીવનપથ પર મારા,
તમે ફૂલો બિછાવી ગયાં.

ઉરમાં પાવન પગલાં પાડી તમે,
સુક્કા જીવનને સજાવી ગયાં.

...........ઘનશ્યામ ચૌહાણ `શ્યામ'

No comments:

Post a Comment