Wednesday, 11 October 2017

ગઝલ

ગઝલમાં કરું છું જહેમત અનેરી
મળી ગઇ મને તો લહેજત અનેરી

પ્રણયના પ્રતાપે ફળે છે બધુ આ
ગઝલની કરી છે ઇબાદત અનેરી

તમોને કહું છું બનેલી કહાની
જીવનમાં સહ્યી છે શહાદત અનેરી

ધરું છું સહજમાં બનાવીને મતલા
ગઝલની બનાવી ઇમારત અનેરી

કરી છે તમારી કદર તો ઘણી પણ
રહ્યાં છો પરાઈ અમાનત અનેરી

નરેન્દ્ર જગતાપ
'પ્રીત'પાલનપુરી

No comments:

Post a Comment