Tuesday, 3 October 2017

ગઝલ

🥀🍃વિશ્વાસની દેરી🍃🥀
            ~~~~~~~

હવા વિશ્વાસની ત્યાં જઈ અટકતી'તી.
કે કોઈની દુઆ એને પટકતી'તી!

અવેરીને ઉભી જે ભૂખને ક્યારેક
તપેલીઓ કલાઈથી ચમકતી'તી.

મહેનતના નિભાડે જાત હોમીને,
દીવાલો કંકુના થાપે સરકતી'તી.

સમર્પણથી જડેલા સાથિયા વચ્ચે,
અડીખમ ઝીણકી દેરી મલકતી'તી.

લડાઈ કે મમતની ના નિશાની કોઈ,
વિહગને પાળતી બારી થરકતી'તી.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment