Thursday, 5 October 2017

ગઝલ

ગાલગાગા ગાલગાગા

ડાળ ડાળે ભાત પીળી
મોત આપે આજ ગોળી.

વાત એની છે અનોખી,
બોલ બોલે રોજ ટોળી.

કાળજે વાગી કટારી
ખૂનમાં રંગાઈ ઝોળી.

હ્રદયે રાખ્યાં હતા મેં
એજ બોલે કેમ ભોળી?

કાજળે આંખે રહી ને
આ નજર હીર તોળી

વાહ વાહી પોલ ખોલી
કેમ રાખી તે જ પાળી

કહું કાજલ ધ્યાન રાખો,
જિંદગીને  ક્યારે ખોળી?

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૪/૧૦/૧૭

No comments:

Post a Comment