દીપોત્સવ
હૈયાંનાં આંગણિયે રુડાં અવસર ભીનાં આવ્યાં છે
દીવા સાથે ઝળહળતાં આ શબ્દોને પ્રગટાવ્યાં છે
અમે અંતરે ઝલમલતું
અજવાળું થોડું ચાહ્યું છે
અને લાભ ને શુભનું તોરણ
પરસાળે લટકાવ્યું છે
અમે અમારા મનસુબાઓ દૂર સુધી વિસ્તાર્યા છે
સાત રંગની કરી રંગોળી
ને ચિતરાવ્યાં કંકુપગલાં
અમે સાથિયા જેવા જોયા
જીવનભરનાં મબલખ શમણાં
શુકન કરીને દીપજ્યોતનાં શબ્દદીપ અજવાળ્યા છે
- સ્નેહલ જોષી
No comments:
Post a Comment