Thursday, 19 October 2017

ગીત

ગીત

ફટાકડા ના ધુમ ધડાકા....
                 દિવાળી આવી રે....
ધૂમાડા ના ગોટે ગોટા ....
                 દિવાળી આવી રે....
આકાશે સળગતા ગોળા....
                 દિવાળી આવી રે....
બજારે માણસો ના ટોળા....
                 દિવાળી આવી રે....
મિઠાઈઓ ના માન છે મોટા....
                 દિવાળી આવી રે....
વહેલું ઉઠ્યા સુવાના મોડા....
                 દિવાળી આવી રે....
*"સમય"*ની સાથે શબ્દો ના ધોડા....
                 દિવાળી આવી રે....

            *- "સમય જામનગરી"*
               (વિજય ચૌહાણ)
      (મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)

No comments:

Post a Comment