Saturday, 21 October 2017

ગઝલ


રોજ રાત્રે આવે છે પેલી પરી,
ઠાલવે છે ટોપલી શમણાં ભરી.

ચોટી બાંધી જાગતો રાખું મને.
શ્વાસ જાતાં રહે રખેને છેતરી.

ગાત્ર ઢીલા, બંધ આંખો છે છતાં,
ઊંઘ ક્યારે આવશે, શું ખાતરી ?

કાંચળી માફક ઉતારી જિંદગી.
સૂઈ ગયો ખડની પથારી પાથરી.

ગર્વથી લીધાં હતાં જે નામ મેં,
આજ ઊભા એજ લોકો આંતરી.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment