Saturday, 21 October 2017

ગીત

સગા,સ્નેહી, મિત્રો મળીયે અરસ પરસ,
ચાલો સાથે મળી, ઉજવીયે નવું વરસ.

ગત વર્ષનું આપણે ભુલીયે સધળું વેર,
મન ભીતરથી ઓગાળીયે કડવું ઝેર,
એકબીજાના સ્નેહની લાગી મીઠ્ઠી તરસ,
ચાલો સાથે મળી ઉજવીયે નવું વરસ.

મનનો મેલ સાફ કરી આંગણું સજાવીયે,
પ્રેમ,મિત્રતાની પ્યારી રંગોળી રચાવીયે,    
મેઘધનુષી રંગો પુરી ભીતર સરસ,
ચાલો સાથે મળી ઉજવીયે નવું વરસ.

.....પ્રશાંત સોમાણી

No comments:

Post a Comment