Saturday, 4 November 2017

ગઝલ

ભાગ્યના ઘરમાં ચોરી થઈ ગઈ,
એમાં મારી હથેળી કોરી થઈ ગઈ.

જોઈને પુરુષાર્થની જાહોજલાલી,
વિધાતાની દાનત ખોરી થઈ ગઈ.

પ્રેમમાં ય થોડો વિરોધ તો જોઈએ,
કાનો શ્યામ તો રાધા ગોરી થઈ ગઈ.

વસમી જિંદગી ને પાછું નઠારું મોત,
પ્રભુ, રીતસર શિરજોરી થઈ ગઈ.

અવતાર લેવામાં આટલી આળસ?,
કાના તારાથી ય કામચોરી થઈ ગઈ.

ડો. હિતેશ પટેલ 'હિત'

તરહી રચના।

No comments:

Post a Comment