Saturday, 4 November 2017

ગઝલ

હવે?

છે  નિસરણી  વાંદરા  પાસે, હવે?
માંકડું   બાંધ્યું  છતાં   નાસે, હવે?

પાક  અમરતફળનો  લેવાનો હતો
ઝેર  વાવ્યું  છે  બધા ચાસે, હવે?

દ્વાર  ખોલી  રાહ  હું  જોઉં  અને
આવીને   તું   દ્વારને   વાસે, હવે?

આપણું આકાશ તો આખ્ખું હતું!
એજ  નંદવાઈ  ગયું  ભાસે, હવે?

જેની  સંગાથે  હતો  ખુશહાલ  હું
એજ  મારાથી   હવે   ત્રાસે, હવે?

- હરિ શુક્લ
  ૧૪-૦૬-૨૦૧૭

No comments:

Post a Comment