Thursday, 8 March 2018

ગઝલ

સ્ત્રી!!!

વેદનાને કેવી સિફતથી વિખેરે છે,
ને સલૂકાઈથી સુખો ઉછેરે છે!!

હોય છે ચિંતામાં ગરકાવ ઘર આખું,
પ્રાણ પુરવા, શાંતિ ખુદની વધેરે છે!

ચાલતું રે'છે તુમુલ યુદ્ધ ભીતર ને!
સ્મિતને હંમેશ હોઠે પહેરે છે.

શક્તિની છે મુર્તિ, સંવેદનો વાવે!
છે અદાકારા! સહજતા ચહેરે છે!

તાણ એ પણ અનુભવે છે છતાં જુઓ,
દુઃખને આબાદ, સમજણથી ઝેરે છે!!

                 ◆◆ડો જિજ્ઞાસા ઓઝા

No comments:

Post a Comment