હું
........................
હું
માટીનું ઢેફું નથી
કે વરસાદ આવે
ને ઓગળી જાઉં !
સીતા નથી
કે પ્રતિકાર કરવાને બદલે
ધરતીમાં સમાઈ જાઉં !
અહલ્યા નથી
કે એકલી જ
સજા ભોગવતા ભોગવતા
પથ્થર બની જાઉં !
હું
ખરડાઈને...
રગદોળાઈને...
ઊભી થઈશ !
ઢેફું નહીં પથ્થર બનીશ !
અગ્નિપરીક્ષા દઈશ નહીં
પણ લઈશ !
સજા હું નહીં
કામી ઇન્દ્ર ભોગવશે...
_ વિજય રાજ્યગુરુ
No comments:
Post a Comment