Sunday, 3 June 2018

ગઝલ

~ ગઝલ ~
મ્યાનમાં પણ મ્યાન જેવો છે સમય.
ધ્યાનમાં અંતર્ધ્યાન જેવો છે સમય.

ઠેશ વાગેને પડે માણસ કહીં,
એક પળમાં ભાન જેવો છે સમય !

શુન્ય તમ અવકાશની ચોપાસમાં,
એક ધારો ગાન જેવો છે સમય.

ભીંત ફાડીને ય એ ઊગી શકે,
પીપળાના પાન જેવો છે સમય.
      ~ નરેન્દ્ર મકવાણા

No comments:

Post a Comment