Sunday, 3 June 2018

ગઝલ

~ ગઝલ ~ જ્ઞાન જેવો છે સમય.

સાવ અંતર્ધ્યાન જેવો છે સમય.
હર તરફ લોબાન જેવો છે સમય.

શુન્ય તમ અવકાશની વચ્ચે મધુર,
કોઈ સુંદર ગાન જેવો છે સમય.

ઠેશ વાગેને પડે માણસ કહીં,
એક પળમાં ભાન જેવો છે સમય !

ભીંત ફાડીને ય એ ઊગી શકે,
પીપળાના પાન જેવો છે સમય.

સાંભળે છે સર્વને તે ધ્યાન દઈ,
કોઈ સરવા કાન જેવો છે સમય !

ક્યાં કદી પણ થાય છે તે કોઈનો,
આખરે ઈન્સાન જેવો છે સમય.

અંતવેળા 'યે અચાનક જાગતાં,
મનની અંદર જ્ઞાન જેવો છે સમય.

      ~ નરેન્દ્ર મકવાણા

No comments:

Post a Comment