Sunday, 3 June 2018

અછાંદસ

પૂરીને વેદના હૈયે, હસવાનું ખરું
કહોને નાટક આવું ફાવે ખરું?
આંસુને આમ નયન સુધી રોકી
ખોટું ખોટું હસવાનું ફાવે ખરું?
દરદની આ તાસીર જોયા વગર
દવા તરત આપવાનું ફાવે ખરું?
સૌને જો પોત પોતાના ખાતા છે
વેદનાની ઉધારી કરાવાનું ફાવે ખરું?
આવી પડે અચાનક આમ જુઓ તો
અઢળક આ વેદનાને સાચવવું ફાવે ખરું?
પીસાવાનું લગભગ નક્કી હોય જ
આ ઘાણેથી છટકવું ફાવે ખરું?
ઠોકાય જો ખીલાં હાથે અને પગે "નીલ "
આ વેદના વચ્ચે 'ભલું થજો ' કહેવું ફાવે ખરું??

રચના:નિલેશ બગથરિયા
              "નીલ "

No comments:

Post a Comment