Sunday, 3 June 2018

ગઝલ

રેતના તોફાન જેવો છે સમય
આખરી આહવાન જેવો છે સમય

કાચ જેવો હાથ વેંતે ભાસતો
ઝાંઝવાના ગાન જેવો છે સમય

વીજ ચમકારે પરોવું જાતને
ભીતરી સંધાન જેવો છે સમય

સાંખતો ના રાજસી શતરંજને
દ્રૌપદીના માન જેવો છે સમય

મંથને જે નીપજે કંઠે ધરે
નીલકંઠી ધ્યાન જેવો છે સમય

                          માધવી ભટ્ટ

No comments:

Post a Comment