ગઝલ
સાત સૂરજ સમી જાત ભડભડ બળે
હોઠ બીડેલ બે કૈંક ડૂમા ગળે
યાદની ભીડ આખ્ખીય ટોળે વળે
ફુલ ગુલ્લાબી સપન સામટા ઓગળે
પાંપણે ઝૂલણા ઝૂલતા આંસુઓ
શું લખેલું હશે આંખ લીપી તળે?
હોય લોભામણું છળ એ મૃગજળ સમું
તીર શું સોંસરું ભેદતું નીકળે
લોહના ઘણ સમો પ્રેમ ટીપાય બસ
એક ચાતક સમી એ તરસ ટળવળે
------------હેમા ઠક્કર "મસ્ત "
No comments:
Post a Comment