Thursday, 7 June 2018

ગીત

ગીત

હું  મોસમ  થઈને  વરસું  છું ,
તું  શાને  કાજે  તરશે  છે ?

પલળે  છે તારી યાદો,
આંગણીયે  સાવન -ભાદો ,
મેઘ ઘટા  કાળી -કાળી ,
પાણીની  બૂંદો  દે તાળી !
હું ઝરમર-ઝરમર  વરસું છું ,
તું  શાને કાજે તરશે છે ?

ઊભાં -ઊભાં  વૃક્ષો  ડોલે,
તન-મન સઘળું એ ખોલે !
લીલી  ચુનરી ધરતી ઓઢે,
વાદળ એના ખોળે  પોઢે !

હું  મૂશળધારે વરસું છું ,
તું  શાને કાજે તરશે છે ?

ઝીણી -ઝીણી  માદક-માદક ,
વાછટની  ભીની  છે છાલક !
ઝૂરે છે  આ  ભીના  હોઠો,
ફૂટે છે જળનો પરપોટો !

હું   અંગે-અંગે વરસું  છું ,
તું  શાને કાજે તરશે  છે ?

ઝરણાઓ  કવિતાને  ઘૂંટે,
પંખીઓને ભીનાં  ગીતો ફૂટે !
સાંજ પડે  ને  તારા સમ ,
યાદો પજવે  મારા હમદમ !

હું  ગીત  થઈને વરસું છું ,
તું શને કાજે તરશે છે ?
              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment